શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય ખાતે બંધારણીય અધિકારો અને કાયદાકીય જાગૃતિ અંગે વિશાળ જનજાગૃતિ કાર્યક્રમ

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય ખાતે બંધારણીય અધિકારો અને કાયદાકીય જાગૃતિ અંગે વિશાળ જનજાગૃતિ કાર્યક્રમ

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા દ્વારા વિભાગની Extension Activity તથા સમાજમાં બંધારણીય મૂલ્યો, માનવ અધિકારો અને કાયદાકીય જાગૃતિના પ્રસાર-પ્રચારના હેતુથી તા. ૧૨/૦૭/૨૦૨૫ના રોજ શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય, રાજકોટ ખાતે એલએલ.એમ. અભ્યાસક્રમના ભાગરૂપે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન આશરે ૧૫૦૦ જેટલી વિદ્યાર્થિનીઓને "બંધારણીય અધિકારો, બંધારણીય ફરજો અને કાયદાકીય જોગવાઈઓ" વિષય પર વિસ્તૃત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. વ્યાખ્યાનમાં ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો, મહિલા અને બાળ સુરક્ષા સંબંધિત કાયદાઓ, માનવ અધિકારોનું મહત્વ, કાયદાકીય જાગૃતિની આવશ્યકતા તેમજ જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, વિદ્યાર્થિનીઓને કાયદાનું જ્ઞાન આત્મસુરક્ષા, સામાજિક જવાબદારી અને સશક્ત નાગરિક તરીકેના વિકાસ માટે કેટલું મહત્વપૂર્ણ છે તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયના ડાયરેક્ટરશ્રી હિરાબા માંજરીયા, માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વડા ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા, પ્રિન્સિપાલશ્રી વર્ષાબેન ડવ, વિભાગના અધ્યાપક ડૉ. સાગર અમીપરા તથા વિદ્યાલયના ડૉ. વિજય નંદાસણા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થિનીઓને બંધારણીય મૂલ્યોનું પાલન કરવા, પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવા અને સમાજમાં કાયદાના શાસનને મજબૂત બનાવવામાં સક્રિય યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થિનીઓએ ખૂબ ઉત્સાહ અને રસપૂર્વક ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરી અને સંવાદના માધ્યમથી તેમણે વિવિધ કાયદાકીય મુદ્દાઓ અંગે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તેમજ એલએલ.એમ.ના વિદ્યાર્થીઓ દ્વારા નોંધપાત્ર આયોજનાત્મક સહયોગ આપવામાં આવ્યો હતો.

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા શાળાઓ, મહાવિદ્યાલયો અને સમાજના વિવિધ વર્ગોમાં આવા વિસ્તરણલક્ષી (Extension) અને જનજાગૃતિ કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં માનવ અધિકારો, બંધારણીય મૂલ્યો, કાયદાકીય જાગૃતિ અને સામાજિક જવાબદારીની ભાવનાનો વધુ વિકાસ થઈ શકે.

 


Published by: Department of Human Rights and International Humanitarian Laws

12-07-2025